" વિકસિત ભારતમાં સમાજકાર્યનું યોગદાન "


પ્રસ્તાવના:

      ઈતિહાસ દરેક દેશને એક સમયગાળો આપે છે. જ્યારે તે વિકાસની યાત્રાએ એક અલગ છાપ ઉભી કરે છે. એક રીતે ભારતએ એક સુવર્ણયુગ તરીકે જોવામાં આવે છે. જ્યારે ભારત દેશ એક મોટો કૂદકો મારવા જઈ રહ્યો છે. આપણી આસપાસ આવા અનેક દેશોમાં ઉદાહરણ છે. જેમને ચોક્કસ સમયગાળામાં તેમના દેશોને વિકાસ કર્યો છે. વિકાસ એટલે કર્મબંધ પરિવર્તન આજે આપણે ભારતએ વિશ્વની દ્રષ્ટિએ ઘણો વિકસિત થયો છે. પછી તે રાજકીય, રમત-ગમત, આર્થિક, સામાજિક, આધ્યાત્મિક કે પછી અલગ-અલગ ક્ષેત્ર પણ હોઈ શકે ભારતએ વિશ્વમાં એશિયા નહી પણ ઇન્ડિયન તરીકેની ઓળખ ઊભી કરી છે. ભારતીય અર્થ-વ્યવસ્થાના વિકાસ માટે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસનો ખૂબ મોટો ફાળો છે. આથી જ તો ભારતને એક મિડલ ઈન્કમ ગ્રુપ થી અર્થ-વ્યવસ્થા દેશ તરીકે ઓળખવામાં આવે છે. કોરોના મહામારીમાં હેલ્પની સાથે ઈકોનોમિક કાયસીસ પણ આવી પડી છે. દેશના ૧.૩૫ કરોડ લોકો સંગઠિત થઈને આત્મનિર્ભરતાના પંથે આફતને અવસરમાં પલટાવવાનો પ્રયત્ન હતો. ભારતીયોએ ભારતમાં જ નહી પણ ચીન, જાપાન તેમજ અમેરિકા જેવા દેશોમાં પણ પોતાનો પડઘો પાડ્યો છે.

 વિકસિત ભારત:

                         વિકસિત ભારત એટલે દરેક ક્ષેત્રમાં પ્રગતિ, પ્રગતિશીલ ભારત, ભારત દરેક ક્ષેત્રમાં તે વધી રહ્યો છે જ્યાં ગરીબો, નિરક્ષરતા, જળમુળથી ખતમ થઈ શકે છે. જ્યાં બાળકો અનેક સ્ત્રીઓ દરેક પ્રકારના અત્મચારોથી મુક્ત થાય અને સમાજમાં રહેતી કોઈપણ વ્યક્તિ કે સમુદાય પોતાને ક્યારેય અલગ ન સમજે. ભારત  દુનિયાના સર્વશ્રેષ્ટ દેશો માનું એક છે, અને તેની  નેતૃત્વ ક્ષમતા પર લોકો ગર્વ કરી રહ્યા છે.. આ ભારત વસ્તી ગણના પ્રમાણે પ્રથમ નંબરનો દેશ છે. ભારતના એક અબજથી પણ વધુ નાગરિકો જુદી-જુદી ભાષાઓ બોલે છે. આર્થિક સુધારાઓના કારણે છેલ્લા ૧૦ વર્ષ ભારતનું  વિશ્વભરમાં એક અલગ સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે વિશ્વના પ્રમુખ ધર્મો પૈકી ચાર એવા હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ પણ ભારતમાં થયો હતો. ભારત ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશનું બનેલું  એક ગણ રાજ્ય છે. ભારત ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિ વિવિધતા ધરાવતો એક વિશાળ સમાજ છે. આપણે  જાણીએ છીએ કે ભારત કૃષિક્ષેત્રે, શિક્ષણક્ષેત્રસ્વાસ્થ્યક્ષેત્રે  ઇન્ફાસ્ટ્રકચરક્ષેત્રે અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ ભારતની લાંબી અને ઉંચી છલાંગ મારી છે.

                                     બધાનું કહેવું ભારત

                                   એક વિકાસશીલ દેશ છે.

                      મારું કહેવું અમે તો

                                    યુગો પહેલાથી વિકસિત છીએ.

                                 ભારત વિજ્ઞાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.જો શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો આજકાલ લોકો ઘરે બેઠા શિક્ષણ મેળવી રહ્યા છે. ઈન્ટરનેટના આધુનિક યુગમાં બાળકોથી લઈને યુવાનો પણ રહે સુધી દરેક શિક્ષિત બની ગયા છે. લોકો અભ્યાસ કરીને શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કોરોના વાયરસ ભૂતકાળમાં ઝડપથી ફેલાઈ રહ્યો હતો,એવી સ્થિતિમાં ભારત જેવો વિકસિત દેશ ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન શિક્ષણને ઝડપથી પ્રોત્સાહન આપી‌ રહ્યો છે.જેથી આપણા દેશના બાળકો શિક્ષણ મેળવી શકે. તેમનો સમય ખરાબ ન થાય અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ હોય અને તેઓ સુરક્ષિત

                                         હાલમાં ભારત ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, અને દેશના વિકાસ માટે સતત વિવિધ યોજનાઓ બનાવવામાં આવી રહી છે.જેથી દેશના દરેક ક્ષેત્રનું સ્તર વધારી શકાય.ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે.જેના કારણે ભારતમાં શિક્ષણ,દવા અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં ઘણો સુધારો થયો છે.વિવિધ પ્રકારની ટેકનોલોજીઓ દ્વાર દરેક બાબતમાં સુધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આપણા દેશનું શિક્ષણ ક્ષેત્ર હાલમાં ઘણી ઊંચાઈઓ હાંસિલ કરી છે.ભારતમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણો વિકાસ થયો છે જેના કારણે વિવિધ પ્રકારના સરકારી અને ખાનગી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે.ભારતમાં ઈન્ટરનેટ જેવી વિવિધ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે, ઈન્ટરનેટના માધ્યમથી આજે દરેક વ્યક્તિ પોતાના તમામ કામ ઘરે બેસીને પૂર્ણ કરી રહી છે અને સારી આવક પણ મેળવી રહી છે.

             

ભારતમાં ગ્રામીણ વિકાસ :

                                 દેશના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેની વ્યૂહરચના તથા તેનો અમલ. ગ્રામીણ પ્રજાનાં આવક અને ઉત્પાદન વધે, તેમને સંતુલિત આહાર મળે, તે સુશિક્ષિત અને તંદુરસ્ત બને, જીવનની જરૂરિયાતો પર્યાપ્ત પ્રમાણમાં સંતોષી શકે અને સાથે સાથે તેના જીવનમાં ગુણાત્મક સુધારણા આવે એ માટેના પ્રયત્નોનો ગ્રામીણ વિકાસમાં સમાવેશ થાય છે. બીજું, ગ્રામીણ વિકાસની પ્રક્રિયા દરમિયાન ઉદભવેલી આવક ત્યાં વસતા ગરીબ સુધી પહોંચે, એનું જીવનધોરણ પણ પરિમાણાત્મક અને ગુણાત્મક રીતે સુધરે તે વાત પણ સવિશેષ મહત્વની છે. સમગ્ર ગામની પ્રજાને ઉત્પાદનની ઉચ્ચતર સપાટી સિદ્ધ કરી તેની વહેંચણી માટે જાગ્રત અને પ્રોત્સાહિત કરવી અને ગામના ગરીબને અભાવયુક્ત જીવનનાં સદીઓ જૂનાં બંધનોથી મુક્ત કરવો એ તેનું ધ્યેય છે. ભૌતિક અને માનવીય સાધનોનો વધુ સારો ઉપયોગ કરી ગ્રામપ્રજાનાં અને સવિશેષ તો ગરીબનાં આવક તેમજ જીવનધોરણ સુધારવાનો અને વિકાસકાર્યમાં ગરીબને અસરકારક રીતે સામેલ કરવા માટેની વ્યૂહરચના, નીતિ અને પરિયોજનાઓને ગ્રામીણ વિકાસ કહી શકાય.

 

ભારતમાં આર્થિક વિકાસ:

                      આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. પરંતુ, વિકાસ એ માત્ર આર્થિક જ નહિ, અનેક પાસાં ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે.આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે.

આર્થિક વિકાસ એટલે :

·       દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો.

·       દેશની માથાદીઠ આવકમાં વધારો થવો.

·       લોકોના જીવન ધોરણમાં સુધારો થવો.

                   આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને 'રાષ્ટ્રીય આવક' કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસતી વડે ભાગવાથી 'માથાદીઠ આવક' પ્રાપ્ત થાય છે. જ્યારે જીવનધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન-વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે

ભારતમાં સામાજિક વિકાસ:

                              વિશ્વના પ્રત્યેક સમાજમાં સામાજિક પરિવર્તન જોવા મળે છે. આથી તે સાર્વત્રિક પ્રક્રિયા છે. વળી સામાજિક પરિવર્તનને કોઈ વ્યક્તિગત કે નાના-મોટા જૂથ, સંસ્થા કે જાતિમાં આવતા પરિવર્તન સાથે નહિ; પરંતુ સમગ્ર સમુદાય કે સમાજમાં આવતા પરિવર્તન સાથે સંબંધ છે. ઘણી વખત તો અનિચ્છા છતાં પરિવર્તનને રોકી શકાતું નથી; કેમ કે, પરિવર્તન સ્વાભાવિક (Natural) પ્રક્રિયા છે. તેની ગતિ અસમાન કે સાપેક્ષ/તુલનાત્મક હોય છે; કેમ કે, પરિવર્તનને અસર કરતાં પરિબળો એકસરખાં કાર્યાત્મક કે અસરકારક નથી હોતાં. આથી જુદા જુદા સમાજમાં જુદા જુદા સમયમાં અને ક્યારેક તો એક જ સમાજમાં એક જ સમયગાળામાં પરિવર્તનની ગતિ જુદી જુદી હોય છે અને તેની તુલના પણ થઈ શકે છે; દા. ત., ભારતીય અને પશ્ચિમના સમાજમાં. ભારતીય સમાજમાં પણ સ્વતંત્રતા મળ્યા પહેલાંના સમયમાં અને સ્વતંત્રતા મળ્યા પછીના સમયગાળામાં, તેમજ કોઈ એક જ સમય-ગાળામાં ભારતના ગ્રામસમાજમાં અને નગરસમાજમાં પરિવર્તનની ગતિ જુદી જુદી માલૂમ પડે છે. આ રીતે આવેલાં અને આવતાં પરિવર્તનોની તુલના પણ થઈ શકે છે. સામાજિક પરિવર્તન ગુણાત્મક હોય છે. સમાજમાં પ્રવર્તતી કોઈ એક પરિસ્થિતિનો બદલાવ અન્યમાં પરિવર્તન લાવે છે. આ બદલાવ કે પરિવર્તન ક્યારેક ઇચ્છનીય તો ક્યારેક અનિચ્છનીય હોય છે; પરંતુ જ્યાં સુધી સમાજને તેનો ખ્યાલ નથી આવતો ત્યાં સુધી તેની જે તે અસરો ચાલુ રહેતી હોય છે; દા.ત., ઔદ્યોગિકીકરણથી સર્જાયેલું શહેરીકરણ કે ટેલિવિઝનની સામાજિક સંબંધો પર પડતી અસરો. આમ છતાં સમાજના લોકો સામાજિક પરિવર્તન ઇચ્છે છે, ક્યારેક તો તેની રાહ જુએ છે; કેમ કે, સમયના વહેણમાં બદલાતી જરૂરિયાતો, વલણો, ટેવો વગેરેને અનુલક્ષીને સમાજમાં પરિવર્તન આવે તે તેઓને અનિવાર્ય લાગે છે. આથી ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન પણ કરવામાં આવે છે. આમ છતાં સમાજમાં કેવાં પરિવર્તનો આવશે એ અંગેની આગાહી કરી શકાતી નથી કારણ કે ઘણી વાર આકસ્મિક કારણોથી આવતાં પરિવર્તનોનો અંદાજ આવી શકતો નથી. સામાજિક પરિવર્તનની આ લાક્ષણિકતાઓ છે

                                 આધુનિક સમાજમાં જોવા મળતું સામાજિક પરિવર્તન પ્રમાણમાં ઝડપી છે અને સામાજિક રચનાના કોઈ ને કોઈ ભાગમાં ચોક્કસપણે સર્જાતું રહે છે. વળી એ સામાજિક જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે; અલબત્ત, સમાજશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે સમાજનાં મૂલ્યોમાં આવતાં પરિવર્તન કરતાં ભૌતિક ક્ષેત્રોમાં આવતા પરિવર્તનની ગતિ ઝડપી છે. અલબત્ત, આધુનિક સમાજમાં પણ પરિવર્તન તો સ્વાભાવિક રીતે જ આવે છે, એટલે કે આપમેળે આવે છે અને તે વધતે-ઓછે અંશે વ્યક્તિના વિચારો પર અને સમાજની રચના તેમજ કાર્યો પર અસર કરે છે. વળી સાંપ્રત સમાજમાં આયોજન દ્વારા નિશ્ચિત ધ્યેયોની દિશામાં પરિવર્તન માટે પ્રયત્ન કરવામાં આવે છે.

સમાજકાર્યનું યોગદાન:

                             

                             ઈગ્લેન્ડ અને યુનાઈટેડ સ્ટેટમાં અગાઉ ચર્ચા દ્વારા લોક કલ્યાણના કાર્યો કરવામાં આવતા હતા. ધીરે-ધીરે પરિસ્થિતિ બદલાઈ અને જાહેર સહાયને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું. ઈગ્લેન્ડમાં ૧૫૩૬ માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો જેમાં ગરીબોને મદદ કરવા માટે એક એકશન પ્લાન બનાવવામાં આવ્યો હતો વ્યક્તિઓના  મનોસામાજિક પાસાને સુધારવા માટે  ૧૯૬૯ માં  લંડન ચેરીટી એગ્રોનાઈઝેશન અને ૧૮૭૭ માં અમેરિકાના ચેરિટી એગ્રોનાઈઝેશન સોસાયટીએ પહેલ કરી આ સંસ્થાએ જરૂરિયાતોની તપાસ શરૂ કરી અને યોગ્ય સહાય પૂરી પાડવા સંબંધીત વ્યક્તિઓની નોંધણી કરવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયામાં માનોસામાજિક સ્થિતિ સુધારવા માટે વાતચીત અને સામગ્રી સહાયનો પણ સમાવેશ થાય છે. આ એક એવી પ્રક્રિયા હતી જેના દ્વારા સંસ્થાના કાર્યકરો તેમની પાસે આવનાર વ્યક્તિ એટલે કે ગ્રાહકને આત્મનિર્ભર  બનાવતા હતા. ધીમે ધીમે આ પ્રક્રિયામાં એક સારી રીતે વિચારોનું વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું. ૧૯૮૭ માં આ કામો માટે કામદારોની તાલીમ ન્યૂયોર્કમાં શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાની તાલીમ માટેનો બે વર્ષનો અભ્યાસક્રમ ૧૯૭૦ માં અમેરિકામાં શરૂ થયો હતો.

                        ભારતમાં પણ રાજાઓ દ્વારા સમાજ કલ્યાણ માટે દાન આપવાનો ચલણ હતો. યજ્ઞો કરવામાં આવતા અને ધર્મશાળાઓ વગેરેનું નિર્માણ થયું. સામાજિક કાર્યની વ્યવસ્થા કહેવામાં આવે છે. કારણ કે તે મુખ્યત્વે વ્યવસ્થિત જ્ઞાન પર આધારિત છે. તેની પોતાની કેટલીક વિશેષ પ્રણાલીઓ, તકનીકો અને સાધનો છે. સમગ્ર વિશ્વમાં તેના શિક્ષણ અને તાલીમ માટેની સંસ્થાઓની  સ્થાપના કરવામાં આવી છે અને તે સતત વધી રહી છે.

                        સામાજિક કાર્યમાં વિકાસની સાથે સાથે તેની વ્યવસાય સંસ્થાઓ પણ બનાવવામાં આવી રહી છે. જેના કારણે તેનું સ્તર  ઊચું થઈ રહ્યું છે. સામાજિક કાર્યને સરકાર દ્વારા વ્યવસાય તરીકે મંજૂર કરવામાં આવે છે. તેની પાસે ચોક્કસ આચારસહિતા છે જેનું પાલન કરવું તમામ કામદારો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સામાજિક કાર્ય પણ એક સામાજિક વિજ્ઞાન છે પરંતુ પ્રકૃતિ અન્ય વિશે વિષયોથી અલગ છે. તેની વિશેષતાઓ તેને અન્ય સામાજિક વિજ્ઞાનથી અલગ પાડે છે. સામાજિક કાર્ય સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલો રજૂ કરે છે. જે અસરકારક સામાજિક ક્રિયા અને સામાજિક  અનુકુલનના માર્ગમાં આવે છે.

                          સામાજિક સેવા' એ વ્યક્તિગત ધોરણે, જૂથ અથવા સમુદાયમાં લોકોને મદદ કરવાની પ્રક્રિયા છે, જેથી વ્યક્તિ પોતાની જાતને મદદ કરી શકે. આ દ્વારા, ગ્રાહક વર્તમાન સામાજિક પરિસ્થિતિઓમાં ઉદ્ભવતી પોતાની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં સક્ષમ છે . સમાજ સેવા એ અન્ય તમામ વ્યવસાયો કરતા સંપૂર્ણપણે અલગ છે, કારણ કે સમાજ સેવા એ તમામ સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક પરિબળોના પરિપ્રેક્ષ્યમાં અમલમાં મુકવામાં આવે છે જે વ્યક્તિ અને તેના પર્યાવરણ - કુટુંબ, સમુદાય અને સમાજને અસર કરે છે. સામાજિક કાર્યકર પર્યાવરણની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક શક્તિઓ પછી વ્યક્તિગત જૈવિક, ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક તત્ત્વોની ગતિશીલ ક્રિયાપ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને જ ગ્રાહકને સેવા આપે છે, જેમ કે તે ગ્રાહકના દરેક પાસાઓનું ધ્યાન રાખે છે જીવન અને તેનું વાતાવરણ વ્યવહારમાં, દરેક વ્યક્તિ સામાજિક પરિસ્થિતિઓથી વાકેફ છે કારણ કે તેઓ સેવાઓ પૂરી પાડવાનું આયોજન કરતી વખતે તેમની અવગણના કરી શકતા નથી.

૧) વ્યક્તિગત સમાજ સેવા:

                  આ પ્રક્રિયા દ્વારા એક વ્યક્તિ અન્ય વ્યક્તિને વર્તમાન સામાજિક સંજોગોમાં ઉદ્ભવતી તેની કેટલીક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરે છે. જેથી તે સમાજને સ્વીકાર્ય સંતોષી જીવન જીવી શકે.

 

૨) જૂથ સમાજ કાર્ય સેવા:

                        એક એવી પદ્ધતિ છે જેના દ્વારા સામાજિક જૂથના સભ્યોને કાર્યકર દ્વારા સહાય કરવામાં આવે છે જે જૂથના કાર્યક્રમો અને તે સભ્યોની  ક્રિયા પ્રતિક્રિયાઓનું નિર્દેશન કરે છે. જેથી તેઓ વ્યક્તિની પ્રગતિમાં અને  સામૂહિક ધ્યેયો સિદ્ધ કરવામાં યોગદાન આપી શકે છે.

 

૩) સમુદાયિક સંગઠન:

                        એક એવી પ્રક્રિયા છે જેમાં જેના દ્વારા  આયોજકની મદદથી સમુદાયના સભ્યો, સમુદાય અને લક્ષ્યોથી વાકેફ ઉપલબ્ધ માધ્યમો દ્વારા તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સામૂહિક અને સંગઠિત પ્રયાસો કરી

 

                        આમ, સેવાની ત્રણેય પદ્ધતિઓને ઉદ્દેશ લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવાની છે. તેઓએ એવા રીતે મદદ કરવામાં આવે છે કે તેઓ તેમની જરૂરિયાતો વ્યક્તિગત ક્ષમતાઓ અને ઉપલબ્ધ સંસાધનોથી સારી રીતે વાકેફ રહીને પ્રગતિ કરી શકે અને  સ્વાસ્થ્ય સામાજિક વ્યવસ્થાના નિર્માણમાં મદદ કરે.



References / સંદર્ભ

(૧).https://gu.m.wikipedia.org/wiki (૨) https://gujarativishwakosh.org (૩)સાધના સાપ્તાહિક (૪)સમાજકાર્ય- ડૉ.નેહલ ત્રિવેદી

Author Name and Details /લેખકનું નામ અને વિગત

પ્રો.હેમાલીબેન એસ. પટેલ એસ.વી.એસ.કે.એમ. M.S.W કોલેજ બાલાસિનોર