" વિશ્વની પ્રાચીન સંસ્કૃતિની ઓળખ "


પ્રસ્તાવના-

          સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આધુનિક યુગમાં વિવિધ શોધખોળો થઈ એના પગલે પ્રાચીન સંસ્કૃતિઓ પણ મળી આવી હતી.પ્રાચીન સમયમાં તે સમાજના સભ્યોએ મેળવેલુ જ્ઞાન, માન્યતાઓ,રીવાજોં , કુશળતાઓ,કલા, કાયદાઓ વગેરેનો સમાવેશ એટલે સંસ્કૃતિ. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ મોટાભાગે નદીઓ અને પર્વતો પર જ વસતી  હતી.

[1] મિસરની સંસ્કૃતિ –

                   મિસરની સંસ્કૃતિ નાઇલ નદીના કિનારે વિકસીત થઈ હતી. ઈ.સ.પૂર્વે 3000 ની આસપાસ વિકસિત થઈ હતી. નાઇલ નદીની લંબાઈ લગભગ 6400 કી.મી.છે.આ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે. લંડનના વિશ્વ વિદ્યાલયના એક પ્રસિદ્ધ માનવ વિકાસ શાસ્ત્રના વિદ્વાન પેરીનું એક કથન છે કે આ પૃથ્વી પર મિસરની સંસ્કૃતિએ સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે.”

        પ્રાચીન પાષાણકાળના માનવની સ્થિતિથી  નવપાષાણકાળના માનવની સ્થિતિ સુધી ક્રમશ: વિકાસ કેવળ મિસરની સંસ્કૃતિમાં જ થયો હતો. મિસરના લોકોએ સૌ પ્રથમ ખેતી કરવાની શરૂઆત કરી હતી.મિસરની આ સંસ્કૃતિએ વિશ્વને પિરામિડની ભેટ આપી છે. પિરામિડના સમયે દસ રાજવંશોએ શાસન કર્યું હતું. મિસરની સભ્યતા પિરામિડો અને કબરો પરથી  તે સમયે લોકો કલાના પૂજારી હતા. એ સમયે મિસરની રાજધાની થિબ્જ હતી.

ત્રીજા રાજવંશ  જોસરે તેના સમય દરમ્યાન ઇમહોતેપ નામના ઐતિહાસિકા પુરુષના નામનો ઉલ્લેખ કર્યો છે. ઇમહોતેપ મહાન ઔષધ ચિકિત્સક,વસ્તુકાર તેમજ અનેક કલાઓમાં નિપૂણ હતા. ઇમહોતેપે ભવનોના નિર્માણની કલા સ્થાપિત કરી હતી. જેના પરથી પિરામિડોનું નિર્માણ થયું હતું.

[૨]મેસોપોટેમિયાની સંસ્કૃતિ-

                      મેસોપોટેમિયાએ યુનાની ભાષાનો શબ્દ છે. ઈતિહાસકારો આધુનિક ઈરાનને મેસોપોટેમિયા તરીકે ઓળખાવે છે. મેસોપોટેમિયા એટ્લે દોઆબ: નદીઓ વચ્ચેનો પ્રદેશ. આ નાળ આકારના  આકૃતિવાળા પ્રદેશનો પૂર્વ ભાગ છે. આ સંસ્કૃતિ ટાઈગ્રીસ અને યુક્રેટિસ નદીના કિનારે વસી છે. આ સંસ્કૃતિના સ્થાને ક્રમશ: ત્રણ સંસ્કૃતિઓનો વિકાસ થયો. જેમાં સુમેરિયન, બેબિલોનિયન અને  અસિરિયાનો સમાવેશ થાય છે.

·       સુમેરિયન સંસ્કૃતિ :

                       સિંધુ ખીણ ની  સભ્યતા અને સુમેરિયન  સંસ્કૃતિ વચ્ચે ઘણી સમાનતા જોવા મળે છે. સુમેરના લોકોએ ગામ વસાવ્યા ત્યાર પછી નગરોનો વિકાસ થયો. સુમેર સંસ્કૃતિના  નગરમાં જે મંદિર હોય તેના પુરોહિત જ નગરના રાજા  તરીકે ઓળખાતા હતા. તે સમયના લોકોએ ખેતી માટે સિંચાઇની વ્યવસ્થા અપનાવી હતી. આ સંસ્કૃતિના લોકોમાં અનોખા પ્રકારની લેખનકળા હતી. લોકોના ભાવોને ચિત્રમાં બતાવવામાં આવતા હતા. અક્કડ જાતિના લોકો દ્વારા સિમેટિક સભ્યતાનું પતન થયું હતું.

·       બેબીલોનીયન સંસ્કૃતિ :

     બેબીલોનીયન સભ્યતા ના સમયે હમ્મુરાબી એ આ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. જેનો સામે ઇ. સ. પૂર્વે ૨૧૦૦ નો માનવામાં આવે છે. હમ્મુરાબી પોતાના કાયદા માટે પ્રચલિત હતો.  આ સંસ્કૃતિમાં બહુદેવવાદી હતા. રાજા ઉચ્ચ સ્થાને હતા. તેમના દેવતાઓની ૬૫૦૦૦ જેટલી સંખ્યા હતી. અંધશ્રધ્ધા,મંત્ર -તંત્ર વગેરે પ્રચલિત હતા. બેબીલોનીયન સભ્યતા ત્રણ ભાગમાં વહેચાયેલી છે.

૧. ઉચ્ચ વર્ગ (પુરોહિત, પૂજારી અને શાસનકર્તા વગેરે )

૨. મધ્યમ વર્ગ (વેપારીઓ )

૩. ગુલામ વર્ગ (મજદૂર અને નોકર )

આ સભ્યતાનું પતન લગભગ ઇ. સ. પૂર્વ ૧૭૦૦ માં થયું હતું

·        એસેરિયન સંસ્કૃતિ :

    બેબિલોન સંસ્કૃતિના પતન પછી એસેરિયન સંસ્કૃતિની સ્થાપના થઈ. આ સંસ્કૃતિનો  પ્રથમ શાસક સાર્ગન દ્વિતીય હતો. ત્યારપછી એનો પુત્ર સેના કરીબ હતો. એસીરિયન સમાજ બે  ભાગોમાં હતો.

૧. સ્વતંત્ર નાગરિક  

૨. દાસ

આ સમાજમાં વેશ્યાવૃતિ પ્રચલિત હતી. તેમના ઇષ્ટ દેવ અસુર હતા. અસૂરની પત્ની ‘ઈશ્તર’ હતી જે યુધ્ધની દેવી કહેવાતી હતી . એસીરિયન સંસ્કૃતિની લીપી ‘કિલાક્ષર’ હતી. આ સંસ્કૃતિએ ખગોળવિધામાં પ્રગતિ કરી હતી. ૧૨ રાશીઓનું જ્ઞાન હતું. મેસોપોટેમિયાં સંસ્કૃતિ લગભગ ઇ.સ.પૂર્વે.૬૦૦૦ થી ઇ.સ. પૂર્વે. ૫૦૦ સુધી માનવામાં આવે છે.

[3] ચીનની સભ્યતા :

  ચીનની સભ્યતાનો ઉદય કરનાર હોંગ હો નદીના નીચેના બેસિનમાં થયો હતો. એને પીળા રંગની નદી પણ કહે છે .ચીનનું પ્રાચીન નામ ‘ચુંગ કો’ હતું જેનો અર્થ સ્વર્ગની નીચેનો માર્ગ  થાય છે. વિદેશી ચીની વંશના લોકોએ ચીનમાં આવીને આ સંસ્કૃતિનું નામ ચીન રાખ્યુ હતું.  ‘પાન કૂ’ દેવતાને ચીનની સંસ્કૃતિનો જન્મ આપનાર માનવામાં આવે છે. પાન કૂ પછી ત્રણ સામ્રાટનો ઉદય થયો હતો.

(૧) ટીન હુઆંગ (સ્વર્ગનો સમ્રાટ)

(૨) ટી હુઆંગ (પૃથ્વીનો સમ્રાટ)

(૩) જૈન હુઆંગ (મનુષ્યનો સમ્રાટ)  

ચીનની સભ્યતામાં શાંગકાળમાં કળા નો મુખ્ય વિકાસ થયો. શાંગ યુગમાં શિકાર, ખેતી અને પશુપાલન એ આર્થિક સમૃદ્ધિ ના સાધનો હતા.શાંગવંશમાં ૧૮ જેટલા સમ્રાટ થાય હતા.ચીનની વિશાળ દીવાલ પ્રાચીન ચીનની સ્થાપત્ય કલા નો સર્વશ્રેષ્ઠ નમૂનો છે. ચીનમાં લેખન કલાનો પણ વિકાસ થયો. એમની લિપિ ચિત્ર લિપિ જેવી જ હતી. 

[4] સિંધુખીણની સંસ્કૃતિ :

                           આ સંસ્કૃતિના ઘણા અવશેષો ખોદકામ કરતાં મળેલા છે. સિંધુખીણની સંસ્કૃતિના બે મહત્વના કેન્દ્રો હડપ્પા અને માહે-જો-દડો છે. તે સમયના સુવ્યવસ્થિત નગરો તેમજ પાકી ઈંટોના મકાનો મળી આવ્યા છે.ખોદકામ દરમ્યાન મળેલી વસ્તુઓ પરથી મિસરની સભ્યતા સાથે સમાનપણે મળતી આવે છે.આ સમયના લોકો પણ ખેતીની સાથે પશુઓ રાખતા હતા. આર્યોના આક્રમણ  સાથે આ સંસ્કૃતિનું પતન થયુ હશે

[5] સમાપન :

               આમ વિવિધ શોધખોળોને અંતે પ્રાચીન સમયની માહિતી પરથી તે સમયની સંસ્કૃતિનો ઇતિહાસ જાણવા મળે છે.પ્રાચીન સંસ્કૃતિઓ મૂલ્યો ,સાર્વત્રિક ગુણો ,નૈતિકતા વિષે માહિતી પૂરીપાડે  છે. દરેક સમાજને પોતાની પાસે ચોક્કસ વિચારો કે રીવાજોં જે તેમને કઈક અલગ જ બતાવે છે.



References / સંદર્ભ

[૧] માનિકલાલ ગુપ્ત, ‘વિશ્વ કા ઇતિહાસ’પ્રાચીન,મધ્યકાલીન,આધુનિક ,એટલાન્ટીક પબ્લિસર એન્ડ ડિસ્ટ્રિબ્યુટર્સ, ૨૦૦૧. [૨] નૈથેનિયલ પ્લેટ, વિશ્વ કા ઇતિહાસ ,મ્યૂરિયલ જૌન ડ્રમ્ંડ’, યુરેશિયા પબ્લિક હાઉસ પ્રાઈવેટ લિમિટેડ,૧૯૫૪ . [૩]પ્રો .રાજેશકુમાર રમેશચંદ્ર મહેતા, ‘ભારતીય સંસ્કૃતિ અને વારસો’, સુરેશ પી. પટેલ,પ્રથમ આવૃતિ :૨૦૧૫ [૪] પ્રાચીન ભારતનો ઇતિહાસ , સી. જમનાદાસ કો ,૧૯૯૪ .

Author Name and Details /લેખકનું નામ અને વિગત

ડો.અસ્મિતાબેન નટવરલાલચૌહાણ, વિષય -ઇતિહાસ, સી.એંડ એસ.દેસાઇ આર્ટ્સ એન્ડ એલ.કે.એલ.દોશી કોલેજ,બાલાસિનોર