પ્રાચીન
ઋષિઓ હંમેશા જિદગીનાં સત્યોની શોધમાં વ્યસ્ત રહેતા હતા. પરંતુ આ તત્વોની શોધ વિશે
ની ચર્ચાને મહત્ત્વ ન
હોતા આપતા. કારણ તેઓ પ્રત્યક્ષ આચરણને જ મહત્ત્વ આપતાં હતા.
“इशावास्य उपनिषद” નાં
રચયિતા ઋષિનો પ્રથમ ઉદ્દગાર જ એ સંદર્ભમાં જોવા મળે છે.
“इशावास्यमिदं सर्व यत्
किंब्वजगत्याजगत”
ઇશાવાસ્યમ્
આ બધુંજ ઈશ’ થી વસવા યોગ્ય હે જગતમાં જે કાંઈ ગતિશીલ છે. તે ઈશનાં નિવાસનો યોગ્ય
છે આ ‘ઈશ’ બ્રહ્મ એટલે ઈશ્વર.... માલિક સર્વ સત્તાધીશ કે પછી બ્રહ્મ ? અંતરમાં આ
પ્રશ્ન ઉપસ્થિત થાય અને એ પ્રશ્નમાંથી માનવીય ચેતનાનું ઉર્ધ્વીકરણ સર્જાય...... એ
સર્જાતા ઉર્ધ્વીકરણમાંથી વાદ-વિવાદ-સંવાદનું સર્જન થાય એ ઉપનિષદ ભારતીય
તત્વજ્ઞાન-આદેશ-ઉપદેશ કે અવલંબન પર નહી પરંતુ બૌદ્ધિક વિચારતત્વનાં આદાન-પ્રદાન પર
રચાયેલી વેદો પનિષદોની-વિચાર સંહિતાનું જ્ઞાન છે માનવીને એના “માંયલા” ને
સમજવાનો- માનવીનાં સર્જનહારને સમજવાનો એવા કોઈક પરમ તત્વને-બ્રહ્મને ‘ઈશ’ ને
પામવાનો પ્રયત્ન કરી એમાંથી તારવેલુ નવનીત એ જ કદાચ ઉપનિષદ હોય.
“ઇશાવાસ્યોપનિષદ” બધાજ ઉપનિષદોમાં એકજ એવું ઉપનિષદ છે. જે વેદનાં
ભાગ રૂપ છે. ઈશ થી વસવાયોગ્ય એવું જે કાંઈ છે તે જગત તો ક્ષણે ક્ષણે પરિવર્તિત
થતું જગત છે તો એ “ઈશ” નો વસવા યોગ્ય કેમ કહી શકાય ? અંતરમાં જાગતા આ
પ્રકારનાં પ્રશ્નોનાં ઉત્તરમાં જ સત્ય અનુભવાઈ જાય તો માનવ માત્રનાં જીવનમાં
અનોખું પરિવર્તન આવી જાય. માણસ બદલાઈ જાય ઉન્નત આધ્યાત્મિક નિષ્કામ કર્મનિષ્ઠ બની
જાય. આ કેમ બને... કેવી રીતે બને એ ઇશાવાસ્ય ઉપનિષદ આ અઢાર શ્ર્લોકો માં આલેખાયું
છે.
ઉપનિષદકાર ઋષિએ “ઈશવાસ્યમ્ ઈદમ્ સર્તમ નાં શ્ર્લોકનાં પ્રથમ
ચરણમાં જ એક સત્ય પ્રગટ કરી દીધું કે સમગ્ર જગત ઈશ તત્વથી સભર છે અને આ ઈશ તત્વ
પ્રત્યે વેદાંતીએ-બૌદ્ધિકોએ-ઈશમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખનારાએ “ઈશત્વ”
પામવાના પંથે વળેલા સાધક-જગતનાં નાશવંત પદાર્થો તરફ ભોગ વૃત્તિથી, લોભ વૃત્તિથી
માલિકીની ભાવનાથી જોવું નહી ઈશ તત્વનાં અમૃતથી ભર્યા-ભર્યા જગતમાં સુખથી શાંતીથી
જીવવા માટે કહેવામાં આવ્યું છે.
બીજી પંક્તિમાં
तेन त्यक्तेन भूंजीथा: मा गृध: कस्य स्विद धनम् :
જગત પર જે કાંઈ છે મોહ માયા
ક્રોધ,લોભ,કામ,ઇત્પાદિનો ત્યાગ કરી જગતમાં રહેલા ઈશને-જગતમાં જેનું છે એને સમર્પિત
કરીને- ત્યાગીને (भूंजीथा:) સુખી
થા શાંતિ પામ કોઈના પણ ધનપ્રત્યે-કાયા પ્રત્યે-કર્મો પ્રત્યે-કુટિલતા પ્રત્યે....
કોઈપણ પ્રકારની લાલસા ન રાખ અને પરમ તત્વ પરમાત્માને બધુંજ સમર્પણ કરી એને શરણે
જા.
શ્રીમદ્દ ભગવદ્દગીતામાં
શ્રીકૃષ્ણ પણ આમજ કહ્યું છે “मामेकम् शरणंव्रज” દ્વારા ભયાટવીમાં ભટકતા જીવને
કહે છે શ્રીમદ્દ ગોકુલના ગોવિંદ ઘાટ પર મધ્ય રાત્રીએ શ્રાવણે કૃષ્ણપક્ષે ऐ“एकादश्या महानिशि” ના સિદ્ધાંતો રહસ્યનાં
સ્તોત્રમાં શ્રીગોકુલચંદ્ર માજી પ્રગટ થઇ શ્રીમદ્દ વલ્લભાચાર્યજીને આ જગતમાં “ઈશ” થી “જીવથી” વિખૂટા પડી ગયેલા જીવો ને પાંખમાં લઇ કહેવાતું
એમનું એવું સર્વસ્વ ધન,મન પુત્ર પુત્રાદિ બધુંજ સમર્પિત કરી “ઈશ” સાથે “બ્રહ્મ” સાથે સંબંધ જોડી “ઈશત્વ” નું અમૃતયાન કરાવવાની આજ્ઞા આપે છે.
ઇશાવાસ્ય ઉપનિષદ “ઈશતત્વ” “બ્રહ્મ” નાં સહભાગી થવા માટેની ચાવી બતાવે છે कुर्वन्नेह कर्वाणि કર્મો કરતાં જિંદગી જીવી
જવાની પ્રેરણા આપે છે કામ ક્રોધલોભ, મોહ આદિ નાશવંત કર્મોને “ઈશત્વ” નાં અમૃતનો આસ્વાદ લેવામાં પોષવા જોઈએ. એની દિશા “ઇશાવાસ્ય- ઉપનિષદ બતાવે છે જે નિષ્કામ કર્મ ની
દિશા છે.
ઇશાવાસ્ય ઉપનિષદ માં ઋષિ “ઈશતત્વ” નાં
બ્રહ્મનાં પ્રારંભનાં બે શ્ર્લોકોમાં પરિચય આપતાં ઈશ અને જગત ભિન્ન છે એનો અહાલેક
કરે છે.
ઇશાવાસ્ય ઉપનિષદ નાં એ પછીના શ્ર્લોકોમાં
ઈશતત્વનો પરિચય પામેલા સાધક અને એ દ્વારા સાધના માટે માર્ગદર્શન આપે છે. ઇશાવાસ્ય
ઉપનિષદમાં ઈશતત્વ અને જગત-જીવ-અને શિવ વચ્ચેનાં પરસ્પર સંબંધની જાણકારીની બારી
સાધકને માટે આ ઋષિ ખોલી આપે છે. આ જગત ઈશ્વર સભર- આનંદ-સભર છે અને પ્રેમથી નિષ્કામ
ભાવે નિષ્ઠા પૂર્વક માણો, ભોગવો આનંદ કરો. માણસ વૃત્તિ-વસ્તુઓ પરની વાસનાવૃત્તિ
છોડી શકતો નથી મારો બંગલો મારો દિકરો મારી પત્ની મારું ધન મારું-મારું નાં અહર્મિશ
વાસનાગ્રસ્ત ગાનના કારણે સંસાર માંથી લુપ્ત થઇ જવાના કારણે એ દુ:ખને વિષાદને અજાણતાજ આમંત્રી બેસે છે પરિણામે એ
સત્-ચિત્ નો “ સચ્ચિદાનંદ” પામી
પરિણામો એ સત્ –ચિત નો “સચ્ચિદાનંદ” પામી
શકતો નથી ઉપનિષદકારનો તેન त्यक्तें भूंजीथा: નો
આદેશો કાને પડે છે ત્યારે એ વિદ્ર્ળ વ્યથિત જીવ પ્રસન્ન કરે છે. માટે શેનો ત્યાગ
કરવો જોઈએ ઉત્તર મળે છે આ ઉપનિષદમાંથી કે વસ્તુઓની વસ્તુઓ તરીકે જોવાનું મૂલવવાનું
છોડી દે અને દરેકનાં ઈશ્વરને પામવાનો માણવાનો પ્રયત્ન કર કે જેથી પરિગ્રહની વૃત્તિ
ઓછી થાય ઘન માટેની કીર્તિ માટેની શરીર માટેની મોહ માટેની દોડાદોડી રહે નહી કારણકે
આ બધું આખરે કોનું ? ઈશ્વરનું બસ એ દિશામાં માણસ સતત વિચારતો થઇ જાય પછી લૌકિક
સુખો દુ:ખો ઈત્યાદિ ગૌણ બની જવાના કારણકે આ બધું તેન त्यक्तेन भूंजीथा : દ્વારા ઈશ્વરને એણે અર્પણ કરી દીધું હોય છે. ब्रह्म संबंध વખતે ધન યશ પરિણામે ઈશતત્વ અને જગતની અભિન્નતાનો
સતત અનુભવ કરતો હોવાને કારણે सोडह्म એવો
નાદ જગતમાં કરી શકે છે.
આમ
અભેદાનુભવ- અમૃત અનુભવ સુધીની
“જીવ”
યાત્રા એટલે ન “ઇશાવાસ્ય
ઉપનિષદ”