" ઉપનિષદોમાં વિશ્વબંધુત્વ અને ત્યાગની ભાવના વૈશ્વિક શાંતિના પરિપેક્ષ્યમાં.. "


પ્રસ્તાવના :                     

            સંસ્કૃત વિશ્વની પ્રાચીનતમ ભાષાઓમાં શ્રેષ્ઠ અને અવર્ણનીય ભાષા છે. ભાષાની સાથે સાથે તેના સાહિત્યગ્રંથોની આલોચના કે વર્ણન અન્ય ભાષામાં ભાષાઓની કે સાહિત્યોની સરખામણીમાં અવર્ણનીય છે.બધી જ પ્રાંતિય ભાષાઓની દાદીમા કહીયે તો પણ ઓછું નથી.સર્વ વૈદિક સાહિત્યથી શરૂ કરીને અર્વાચીન સાહિત્યોમાં સંસ્કૃત અને ભાષાની સંસ્કૃતિ ઉજાગર થાય છે.રામાયણ,મહાભારત,વેદો,બ્રાહ્મણગ્રંથો,આરણ્યકો અને વિશ્વપ્રસિદ્ધ આ ઉપનિષદોનો સમાવેશ થાય છે.વેદોમાં,ઉપનિષદોમાં અને અન્ય બધા જ પ્રકારના સાહિત્યોમાં વિશ્વકલ્યાણની ભાવના,રાષ્ટ્રભાવના,ઉન્નતિ,શાંતિ,અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું વ્યાપક અને ઉદ્દાત્ત વર્ણન જોવા મળે છે.વિશ્વમાં સાહિત્ય અને જ્ઞાનના ઉપાસકો એવા ઋષિઓએ સંકીર્ણ વિચારોનો ત્યાગ કરીને દેશની અખંડતા અને સમગ્રતાની ઉત્તમ શિક્ષા આપી છે.

આ શિક્ષાનો વારસો જો સંપૂર્ણ રીતે અધ્યયન થાય તો આ દેશ,રાષ્ટ્ર,અખંડભારત અને રાષ્ટ્રભાવના,વિશ્વબંધુત્વનીભાવના,બિનસાંપ્રદાયિકતા,આધ્યાત્મિકતા,દેશની એકતા અને સામૂહિક શક્તિનો સંચાર તેમજ બધા જ પ્રાણીઓ પ્રત્યે દ્વેષભાવ,છળકપટનો અભાવ,વગેરેનું જ્ઞાન આ ઋષિઓએ સાહિત્યમાં નિશ્વાર્થભાવે આપ્યું છે પ્રાચીન કાળના ઋષિઓની જ્ઞાનની શક્તિ આ વૌશ્વિક એકતા,અખંડિતતાના દર્શન કરાવે છે.

ઉપનિષદમાં ત્યાગની ભાવના અને વૈશ્વિક શાંતિ....

      ઉપનિષદમાં  માણસને કર્મો કરતાં કરતાં સો વર્ષ જીવવાની વાત કરવામાં આવી છે.कुर्वन्नेवेह् कर्माणि जिजिविषेचछतं समा| મનુષ્ય એક દિવ્ય જાતનું પ્રાણી છે.તે પોતાની ઇછાશક્તિ પ્રમાણે કર્યા કરે છે.પરંતુ,એક સાચો સર્વશ્રેષ્ઠ નાગરિક બનવા માટે તેની આંતરિક શક્તિઓ તે ઓળખાશે તો તે રાષ્ટ્રહિત માટે કરી કરશે.અને તેની ચર્ચા ઉપનિષદોમાં ત્યાગની ભાવના સાથે જોવા મળે છે.માનવી આજના સમયમ લોભ,લાલચ,,મોહ આદીમાં ફસાઈને પોતાનું કતવ્યકર્મભૂલી જાય છે.શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે તેમ બધા જ્  કર્મોના કર્તા પરમાત્મા છે. આજ રીતે કર્મ, જગતના જીવો પ્રત્યે ઈર્ષા ન કરવી,ત્યાગની ભાવના સાથે કર્મ કરવું,અધ્યાત્મિક મૂલ્યો,સામાજિક કર્તવ્યોની અવહેલના ન કરવી વગેરે બાબતો પણ વૈશ્વિક શાંતિ અને બંધુતાનો નિર્દેશ કરે છે. ગાંધીજીના વિચારો સત્ય,અહિંસા વડેનો ભક્તિભાવ પણ વિશ્વશાંતિનો નિર્દેશ કરે છે.ત્યાગની ભાવનાની જેમ આત્મબલિદાનની ભાવના પણ ગાંધીજીના વિચારોમાં ઉદ્દાત્ત થાય છે. न वित्तेन तर्पणीया मनुष्यह् | માણસની મનની ઇછાઓની ક્યારેય તૃપ્તિ થવાની નથી પણ આ બધુ મનુષ્યને વાસ્તવિક રીતે અનેક મુસ્કેલીઓમાં મૂકે છે પરંતુ ઉપનિષદ આમાંથી બહાર નીકળી વિશ્વ શાંતિ  તરફ દોરી જાય છે.सर्व ख्वलु इदं ब्रह्म | અને अहं ब्रह्मास्मि | આ મહાવાક્યો માનવને માનવ તરીકે આ ઉપનિષદો અનંતતાનો બોધ કરાવે છે.આ જ જીવનની સાચી સ્વતત્રતા માણસને વૈશ્વિક શાંતિ તરફ દોરી જાય છે.ઋષિઓએ જ્યારે આ અગાધ જ્ઞાન આપ્યું ત્યાંરે પોતાનો કોઈ સ્વાર્થના ત્યાગની ભાવના સાથે માનવજીવનને મહામૂલું જ્ઞાન પીરસ્યું છે.આ સાચી માનવતા આ ઉપનિષદોમાં દેખાય છે.વિશ્વમાં દરેક જગ્યાએ માણસ ક્યાક ને ક્યાક મુશ્કેલીમાં મુકાય છે જ્યારે કઈ ના સુજે ત્યારે આ ઉપનિષદોના શરણે જવું જોઈએ.સાહિત્યમાં મહાન વિભૂતિઓ જેમ કે દારશીકોહના ઉદાહરણ પણ યાદ કરવા જોઈએ. આમ ભારતીય દર્શનશાસ્ત્રોથી માંડીને સંસ્કૃત સાહિત્યના વિશાળ ગ્રંથો આ વિશ્વને શાંતિ તરફ તેમજ વૈશ્વિક બંધુત્વની ભાવનના ઉપદેશો પૂરા પડે છે.

ઇશોપનિષદ મંત્ર ર,પેજ નં,૧૫,उपनिषद का दर्शन पेज नं १२७  

સંસ્કૃત સાહિત્યનો વારસો વિશાળ છે અને આ વારસામાં ડૂબીને વ્યક્તિ સમુદ્ર જેવુ વિશાળ જ્ઞાનનો અધિકારી બને છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિના વર્તમાન સમયની વાત કરીયે તો આ ઉપનિષદોનું જ્ઞાન વ્યક્તિને જીવન જીવવા માટે બહુમૂલ્ય પ્રદાન કરે છે.પ્રકૃતિ જેવી રીતે સમાન વ્યવહાર કરે છે,સૂર્ય અને ચંદ્ર,પણ એકસમાન છે તેમ આ માણસે પણ પ્રકૃતિની જેમ એકસમાન વ્યવહાર,સમાન આદર,કલ્યાણની ભાવના,એકબીજા પ્રત્યે ભાઈચારની ભાવના સ્થાપિત કરવી જોઈએ.વિશ્વકલ્યાણની ભાવના એક શ્લોકમાં વર્ણવી છે જે આ રીતે છે.

            अयं निजः परा वेति गणना लघुचेतसां |

         उदारचरितानां तु वसुधैव  कुटुम्बकम्  ||

 વર્તમાન શિક્ષણનીતિના અર્થમાં જોઇયે તો પ્રાચીન કાળના શાશ્ત્રો જ્ઞાનની છાપ વર્તમાન શિક્ષણમાં નિખારશે તો વર્તમાન માનવ એક આદર્શ,સ્વાર્થપૂર્ણ રહિત,બંધુત્વની ભાવના,ભાઈચારો,એકબીજા પ્રત્યે દયાની ભાવના,વેરાની ભાવનાનો ત્યાગ કરી રાષ્ટ્રને અખંડિતા અને એકતાના સમાન વિશ્વબંધુત્વ અને અખંડ રાષ્ટ્ર માટે મહામાનવ તૈયાર થશે.અને તીરે જ આપના દેસશની એકતા,અખડિતતા,સાર્વભૌમત્વ,રાષ્ટ્રગૌરવ જળવાશે.અને રાષ્ટ્રની અનેક મુશ્કેલીઓ પણ સાથે મળીને લડશે.જેમકે આંતકવાદ,કોરોના કાળ,રોગચાળો,અને અન્ય મુશ્કે- લીઓને સામે લડવા માટે રાષ્ટ્રના લોકોની એકતા જરૂરી છે તે આ શિક્ષણ દ્વારા જ મળી સકે તેમ છે.આ અમુલ્ય શિક્ષણનો વારસો આપનાર એ ઋષિઓનું ઋણ આ માનવ માટે મહામૂલું ધન છે.



References / સંદર્ભ

१..वैदिक वाग्मय एक विमर्श पेज नं.१२७,१३७ २. ईशावास्य उपनिषद उमाशन्कर जोशी पेज नं.१० ३.उपनिषदो क संदेश पेज नं ११०

Author Name and Details /લેખકનું નામ અને વિગત

ગાર્ગી નયનાબેન ભીખાભાઇ પીએચ.ડી સ્કૉલર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરા