" સમાજકાર્યના અભ્યાસ ક્ષેત્રો "


દરેક વ્યવસાયને પોતાનું એક અભ્યાસ ક્ષેત્ર હોય છે.તેમ સમાજકાર્યનું અભ્યાસ ક્ષેત્ર ખુબજ વ્યાપક છે. તે પાછળનું કારણ એછેકે જ્યાં પણ કોઈ સમસ્યા જોવા મળે ત્યાં તેના સમાધાન માટે સમાજકાર્ય ની મદદ ઉભી થાય છે. આ એક કલ્યાણકારી અભિગમ છે.જ્યાં કલ્યાણની વાત  આવે ત્યાં સમાજકાર્ય જોવા મળે છે.સમાજકાર્યના ક્ષેત્રોમાં બાળકલ્યાણ,યુવાકલ્યાણ,શાળા સમાજકાર્યકલ્યાણ ,યુવક કલ્યાણ,વૃધ્ધ કલ્યાણ ,શ્રમ કલ્યાણ ,વિકલાંગ કલ્યાણ,અનુસુચિતજાતિ અને અનુસુચિત જનજાતિ,તથા પછાત વર્ગોનું કલ્યાણ,ગ્રામીણ વિકાસ,સામાજિક સુરક્ષા ,સામાજિક નીતિ,આયોજન અને વિકાસ,કાનૂની સહાયતા,પર્યાવરણ સંતુલન ,માનવ અધિકારો અને તેની સુરક્ષા તેમજ સામાજિક ન્યાય ,આપત્તિ વ્યવસ્થાપન વગેરે પ્રમુખ ક્ષેત્રો છે.

         સમાજકાર્ય સામાજિક સબંધોને અગ્રીમતા આપે છે.તે વ્યક્તિનો વ્યક્તિ સાથે સબંધ,વ્યક્તિનો સમૂહ સાથે સબંધ અને સમૂહનો સમૂહ સાથે સબંધ તપાસે છે અને તેના પર કાર્ય કરે છે.

        માનવ સમાજ ખુબજ મોટો છે તે સમગ્ર પૃથ્વીને આવરી લે છે. તેમાં આર્થિક ,સામાજિક,રાજકીય, સાંસ્કૃતિક ,પર્યાવરણીય વગેરે તમમ બાબતોમાં સમસ્યાથી ઘેરાય છેઅને તેના ઉકેલ માટે સાથે રેહવા માટે સમાજકાર્યના ક્ષેત્રો અગત્યના છે.સમાજકાર્યના અભ્યાસક્ષેત્ર નીચે પ્રમાણે છે.

૧.બાળકલ્યાણ:

          બાળકોના સર્વાંગી વિકાસ માટે તથા દેશના ભવિષ્યને આબાદ રાખવા માટે સમાજ કાર્ય જરૂરી છે. તેથી બાલ કલ્યાણ તેનું અભ્યાસ ક્ષેત્ર છે. જેમાં તે ઉપચારાત્મક ,સુરક્ષાત્મક ,પુનર્વરસન સંબંધી સેવાઓ ,કાનૂની સેવાઓ ,વિકાસાત્મક સેવાઓ વગેરે જેવી અમૂલ્ય સેવાઓ આપે છે અને અપાવે છે.

૨. યુવક કલ્યાણ:

                દેશની કરોડરજ્જુ એટલે યુવક જૂથ આજના બાળકો કાલની યુવા પેઢી છે. આ યુવાનોના પ્રશ્નો આધી- વ્યાધી ,સમસ્યા વગેરેના જવાબ માટે સમાજ કાર્ય ક્ષેત્ર અતિ મહત્વનું છે. મનો- સામાજિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે આ સમાજ કાર્ય નું ક્ષેત્ર અગત્યનું છે. એન.એસ .એસ, એનસીસી, નહેરુ યુવા કેન્દ્ર, રમતગમતના મેદાનો ,વાંચનાલયો, શ્રેષ્ઠ કલાકાર ,પરામર્સ કેન્દ્રો વગેરે તાલીમ સાથે અપાતા કાર્યક્રમો છે. જેમાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારનો અગત્યનો ફાળો છે.

૩. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ:

ભારતીય બંધારણમાં આ બંને જાતિઓ અને તેના વિકાસ માટે અનામતનીતિ સ્વરૂપે ખૂબ જ કલ્યાણકારી કાર્ય કરવામાં આવે છે. તેઓ સામાજિક આર્થિક અને રાજકીય અને ખાસ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિવાન બને તેવું ધ્યાન સમાજ કાર્યના આ ક્ષેત્રમાં જોવા મળે છે. તેમના હકો અધિકારો માટે સમાજ કાર્ય ખૂબ જ વ્યાપક કામ કરે છે.

૪. વિકલાંગ કલ્યાણ:

                       શારીરિક માનસિક રીતે નબળા લોકો વિકલાંગ તરીકે ઓળખાય છે પરંતુ તેમના પ્રત્યેનું સમાજનું વલણ તિરસ્કાર રૂપે પણ નોંધાયેલું છે. તેમને સમાયોજન સાધવામાં તકલીફ ન પડે અને સમાજ એકીકૃત થાય તે માટે સમાજ કાર્યનું આ કાર્ય ક્ષેત્ર છે જ્યાં તેમને માનસન્માન ,લાગણી, પ્રેમ વગેરે માનવ મૂલ્ય દ્વારા માનવી બની ગૌરવભેર જીવવા માટે સરકારી યોજનાથી લઇ જીવન નિર્વાહ સુધી શીખવવામાં આવે છે તેમાં ઘણી અગણિત સંસ્થાઓનું પ્રદાન છે.

૫. ગ્રામ વિકાસ:

                   ગામડું એ ભારતની ઓળખ છે. રાજ રચિલા થી પરે થઈને કુદરતના સાનિધ્યમાં ગામડું વસે છે પરંતુ ત્યાં ઓછે- વધતે અંશે સરકાર પહોંચી શકતી નથી તેને તથા તેના વિકાસના કામોને પહોંચાડવા માટે સમાજ કાર્ય કરો તથા તેની વિચારધારા ગ્રામ્ય કલ્યાણનું કામ કરે છે જેમાં સરકારી કાર્યક્રમો ચલાવવામાં આવે છે જેમાં ગ્રામીણ રોજગાર યોજના ,મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના ,તાલીમ કાર્યક્રમ વગેરે છે. આમ ગ્રામીણ લોકોના કલ્યાણ અર્થે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે.

૬. મહિલા કલ્યાણ:

               "જે દેશની મહિલા સશકત તે દેશની પેઢી સશક્ત". મહિલાએ વર્તમાનમાં ચુલાના કામથી આગળ વધીને રાષ્ટ્રપતિના કાર્યને સ્વીકાર્યું છે આમ તે આગળ આવી છે પરંતુ તેને સશક્ત કરવામાં સરકારી યોજનાઓ તથા કાર્યક્રમોનો ફાળો છે તે કાર્યક્રમો લઈ જવામાં સમાજ કાર્યકરની ભૂમિકા અહમ છે.

મહિલા શિક્ષણ કાર્યક્રમ, આર્થિક કાર્યક્રમ,સ્વાસ્થ્ય  સુધારા કાર્યક્રમ, રોજગાર કાર્યક્રમ ,તાલીમ કાર્યક્રમ વગેરેને લીધે મહિલાઓનું કલ્યાણ થયું છે.

૭. કામદાર કલ્યાણ:

         શ્રમ અને કામદાર એકબીજાના પર્યાય છે. ફેક્ટરી એક 1948 પછી ભારતમાં કામદારોનું કલ્યાણ થયું છે. સમાજ કાર્યના ક્ષેત્રે તરીકે કામદાર કલ્યાણ મહત્વનું છે .જેમાં કામદારોની સુખાકારીની સુવિધાઓ જેવી કે કેન્ટીન ,ઠંડુ પાણી, સ્વચ્છતા ,કામના સ્થળે યોગ્ય હવા -ઉજાસ મનોરંજન અને આનંદ -પ્રમોદની સુવિધાઓ ,તબીબી સુવિધાઓ ,સામાજિક સલામતી વગેરે છે.

 

૮. વૃદ્ધોનું કલ્યાણ:

સંયુક્ત કુટુંબમાં ઘટાડો થવાથી તથા વિભક્ત કુટુંબમાં વધારો થવાથી વૃદ્ધોની સમસ્યામાં વધારો થયો છે. શારીરિક માનસિક સામાજિક તેમજ નૈતિક વગેરે રીતે તેઓ સમસ્યાથી ઘેરાયેલા જોવા મળે છે. આ સમસ્યાઓને પહોંચી વળવા માટે આ ક્ષેત્રમાં સમાજ કાર્ય કામ કરે છે જેમાં વૃદ્ધ પેન્શન ,પીએફ ,સ્વાસ્થ્ય વીમો ,વૃદ્ધાશ્રમ વગેરેનો સમાવેશ થાય છે.

૯. સામાજિક સંરક્ષણ તેમજ અપરાધીઓની સુધારણા કાર્યક્રમ:

આ કાર્યક્રમ અંતર્ગત સમાજના અલગ અલગ ગુનાઓ અટકાવવાના હેતુસર ગુનેગારોના વ્યવહાર પર નિયંત્રણ મૂકવા તથા કેટલાક સુધારાત્મક કાર્યક્રમોના સંદર્ભમાં સામાજિક કાર્યની મહત્વની ભૂમિકા રહેલી છે. આ ગુનેગારોના બાળ અપરાધીઓ ,તરછોડાયેલા કિશોરો ,અનૈતિક ધંધામાં સંકળાયેલી સ્ત્રીઓ, નિરાશીત ભિક્ષુકો, દારૂ પીનારા ,નશો કરનારા વગેરેને ગુનો કરતાં અટકાવવા માટે પ્રયત્નો કરવા જરૂરી છે.

૧૦. પર્યાવરણ સંતુલન:

આ કાળા માથાના માનવીએ પોતાના સ્વાર્થ પૂરો કરવા પર્યાવરણનું શોષણ કરેલ છે પરિણામે પર્યાવરણમાં સંતુલન ઊભું થયું છે અને દૂર કરવા સરકાર તથા સંસ્થાઓ થતી સમાજ કાર્ય આ ક્ષેત્રમાં અગત્યનું કામ કરે છે. તેને સંતુલનમાં લાવવા કટિબદ્ધ થાય છે. વૃક્ષારોપણ હરિયાળી ક્રાંતિ નાના-મોટા આંદોલનો દ્વારા દેશ દુનિયામાં પર્યાવરણને બચાવવા માનવ સાંકળ બનાવે છે. માટે પર્યાવરણ સંતુલન તે સમાજ કાર્યનું અભ્યાસ ક્ષેત્ર છે.

૧૧. માનવ અધિકારોની સુરક્ષા અને સામાજિક ન્યાય:

      માનવ અધિકારો એ પ્રત્યેક માનવીને નૈતિક રીતે ઓળખવા જોઈએ. તેની સુરક્ષા તે તેની નૈતિક જવાબદારી છે. જાતિ ,લિંગ ,ભાષા ,વર્ણ વગેરેના લીધે સામાજિક સમસ્યા ઊભી થાય છે. તેને દૂર કરવા માટે માનવ અધિકારોની સુરક્ષા જરૂરી છે જો તે થશે તો જ સામાજિક ન્યાય કર્યો છે તેમ કહેવાશે. જીવન, સ્વતંત્રતા ,વ્યક્તિગત સંરક્ષણ ,ગુલામી કે દાસત્વનો નિષેધ ,શારીરિક યાતના પર નિયંત્રણ કાનૂની સહાયતા તેમજ સુરક્ષા અધિકારોના અતિક્રમણ ઉપર રોક વિના કારણ ધરપકડ પર નિયંત્રણ જેવી અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે .સામાજિક ન્યાય ની વ્યાખ્યામાં હકારાત્મક તેમજ નકારાત્મક દ્રષ્ટિકોણ અનુસાર સમાજમાં જે વર્ગો સાથે ભૂતકાળમાં જે અન્યાય થયો છે .તેના ફળસ્વરૂપે તેઓ પછાત રહ્યા છે તેમને વિશિષ્ટ પ્રકારની સુવિધા આપી ન્યાય મળે તેવો પ્રયત્ન કરવામાં આવે છે.

      અન્ય ક્ષેત્રોમાં કહીએ તો આપત્તિ વ્યવસ્થાપનનાકાર્યમાં ,કાનૂની સહાયમાં ,સામાજિક નીતિ, આયોજન અને વિકાસમાં ,પર્યાવરણ સંતુલન ,સરકારી યોજનાઓ સંશોધન અને સર્વેક્ષણમાં વગેરે તમામ જગ્યાએ સમાજ કાર્યનું અભ્યાસ ક્ષેત્ર રહ્યું છે.

ટૂંકમાં આપણે કહી શકીએ કે સમાજ કાર્ય એક એવી સંસ્થા છે કે જેનો ઉદ્દેશ્ય સમાજની અસંતુલિત સંસ્થાઓને મદદ કરવાનો અને તેમને આત્મનિર્ભર સ્વાવલંબી બનાવવાનો છે સમાજ કાર્ય સમાજના સમસ્યાઓને તપાસી દૂર કરે છે તથા સમાજમાં ફરી તેઓ ઉત્પન્ન ન થાય તેનું ધ્યાન રાખે છે.



References / સંદર્ભ

૧.પ્રો.જે.સી.પટેલ તથા અન્ય,"સમાજ અને સમાજકાર્ય", અનડા બુક ડીપો ,અમદાવાદ ૨૦૧૯. ૨.ડૉ. કામિનીબેન. બી .દશોરા,"ગુજરાતમાં સમાજકાર્ય ની પરંપરા" અનડા બુક ડીપો ,અમદાવાદ ૨૦૧૫. ૩. ડૉ. આનંદીબેન પટેલ,"વ્યવસાયિક સમાજ કાર્યના આધાર સ્તંભો", અભિવૃત્તિ પ્રકાશન,અમદાવાદ ૨૦૦૯. ૪. बालेश्वर पाण्डेय,"समाज कार्य सिद्धांत एवं पद्धतियां",रावत पब्लिकेशन,2013. ૫. Indraj Godara,"encyclopaedia of social work volume -2", aadi publication 2012.

Author Name and Details /લેખકનું નામ અને વિગત

શ્રી. હર્ષદકુમાર .બી. સોલંકી શોધાર્થી (ph.D-parul university) સંપર્ક સૂત્ર:૮૩૪૭૩૪૦૪૫૬ ઈમેઈલ આઈડી: proharshad.2015@gmail.com